રાષ્ટ્રીય કક્ષાએ સુરત મનપાની વખતો વખત લેવાતી નોîધ
સુરત, તા.૨૩
સુરત મહાનગરપાલિકાના અોપન ડેટા ઈનીશીએટીવને તા.૨૨-૨-૨૦૧૯ના રોજ નવી દિલહી ખાતે માનનીય કેબિનેટ મીનીસ્ટર રવિ શંકર પ્રસાદ, મીનીસ્ટર ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, લો એન્ડ જસ્ટીસ દ્વારા ઓપન ડેટા ચેમ્પિયન કેટેગરીમાં ડીજીટલ ઈન્ડિયા એવોર્ડસ ૨૦૧૮ એનાયત કરવામાં આવેલ છે. જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમશનર સી.વાય. ભટ્ટ દ્વારા સ્વીકારવામાં આવેલ અને સુરત મહાનગરપાલિકાની આઈ.ટી.ટીમ વતી દેવાંગ પટેલ અને જીગર પટેલ પણ ડેપ્યુટી કમિશનર સાથે એવોર્ડ સ્વીકારવા જાડાયા હતા. એવોર્ડ અંતર્ગત વિવિધ ૮ કેટેગરીમાં કુલ ૬૦૦ થી વધુ નોમિનેશન પ્રાપ્ત થયેલ જેની પ્રાથમિક સ્ક્રૂટીની આઈઆઈટી દિલ્હી દ્વારા કર્યા બાદ, સરકારના તથા ઈન્ડસ્ટ્રીઝના તજજ્ઞો અને એકેડમીશીયનની બનેલ જ્યુરી દ્વારા વિવિધ કેટેગરી અંતર્ગત એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાની વિવિધ સેવાઅોને નાગરિકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે અને તેનો ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકો દ્વારા ઉપયોગ થઈ રહેલ ચે. જેની પણ રાષ્ટ્રીય કક્ષાએ વખતો વખત નોંધ લેવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



