રાજ્યની અલગ અલગ ટીમ દ્વારા ૬ કેટેગરીમાં ચકાસણી થઈ હતી
સુરત, તા.૨૩
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતના તમામ ગ્રામીણ તથા કોર્પોરેશનના શહેરી આરોગ્ય કેન્દ્ર/સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા સરકારી હોસ્પિટલને ક્વોલિટી એસ્યોરન્સ પ્રોગ્રામ અંતર્ગત ૬ અલગ અલગ કેટેગરીમાં ચકાસણી કરવામાં આવેલ.
ઉપરોક્ત પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરત મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટર-અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમની ચકાસણી કરવામાં આવેલ. જેમાં સૌપ્રથમ સુરત મહાનગરપાલિકાની તમામ હેલ્થ સેન્ટરો તથા મેટરનીટી હોમ ખાતે ઈન્ટરનલ અને પીયરએસેસમેન્ટ હાથ ધરવામાં આવેલ હતું. ત્યારબાદ રાજ્ય સરકારની ટીમ દ્વારા એક્ષટર્નલ એસસ્મેન્ટ થયેલ, જેનું પરિણામ તા.૨૧-૨-૨૦૧૯ના રોજ ગુજરાત સરકાર દ્વારા જહેર કરાતા ગુજરાત રાજ્યના કુલ ૭ શહેરી તથા ગ્રામીણ હેલ્થ સેન્ટરોને Kayakalp clean Hospital awards આપવાની જાહેરાત કરવામાં આવી જેમાં સુરત મહાનગરપાલિકાના બે, પાલનપુર અર્બન હેલ્થ સેન્ટરને હેલ્થ સેન્ટરની કેટેગરીમાં ૯૬ ટકા માર્કસ સાથે પ્રથમ તથા લખપતિ અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમને મેટરનીટી હોમ કેટેગરીમાં ૯૬ ટકા માર્કસ સાથે પ્રથમ એોર્ડ આપી ઉપરાંત દરેક બંને હેલ્થ સેન્ટરને ઈનામ પુરસ્કાર રૂપે રૂ.૨ લાખની ઈનામી રાશી પણ આપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





