સભાના પ્રારંભે શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ
સુરત, તા.૨૩
શ્રી સદગુરુ રોહિદાસ સત્સંગ મંડળ, વરીયાવ સુરતના ઉપક્રમે તા.૧૯-૨-૨૦૧૯નાં રોજ સંત શિરોમણી રોહિદાસ મહારાજની ૬૪૩ જન્મ જયંતી ધામધૂમથી ઉજવાઈ હતી. પ્રારંભે કળશયાત્રા નાની બાળાઅો દ્વારા ગામમાં હરિનામ સંકિર્તન સાથે ફરી હતી. સંતો, મહાનુભાવોને હસ્તે દિપ પ્રાગટ્ય થયું હતું. સભાએ પ્રારંભમાં પુલવામાં થયેલ શહીદોને મૌનસહ શ્રદ્ધાંજલી આપી હતી. અગ્રીમ ક્મે આવેલ વિદ્યાર્થીઅો વંશ મનીષભાઈ ચૌહાણ, વાની રાજેશભાઈ ગોહિલનું મહાનુભાવોના હસ્તે બહુમાન થયું હતું. પ.પૂ. સંત રમણબાપુ, નાગજીબાપુ, ઈશ્વરદાસ બાપુ, અંબારામ બાપુ, પરષોતમ બાપુ, છીતુભાઈ ચૌહાણ (દાદુ) તથા જગદીશભાઈ પરમાર (આર્ટ ઓફ લીવિંગ) વગેરેઓનું બહુમાન થયું હતું. યુવક યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહી પ્રસંગને દીપાવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન કિરણભાઈ એચ. ચૌહાણ, કિરણભાઈ આર. ચૌહાણ સફળ સંચાલન કર્યુ હતું. જગદીશભાઈ ચૌહાણએ સહકાર આપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



