વિદ્યાર્થીઓને ટ્રોફીઓ અને રોકડ ઈનામો અપાયા
સુરત, તા.૨૩
તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૯ને બપોરે ૧૨.૬ કલાકે જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીમાં સહઅભ્યાસ પ્રવૃત્તિમાં સર્વોચ્ચ પ્રદર્શન કરનાર તેમજ ‘મે ગંદેવીનો ગલો’ નાટ્યમાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ બહેનોના ઈનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીવન જ્યોત ટ્રસ્ટના મંત્રી અશ્વિનભાઈ પટેલ, તેમજ ટ્રસ્ટી સ્નેહલભાઈ શાહ તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કપિલદેવ શુકલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સહઅભ્યાસ પ્રવૃત્તિમાં સર્વોચ્ચ પ્રદર્શન કરનાર તેમજ ‘મેં ગંદેવીનો ગલો’ નાટ્યમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને નયન રમ્ય ટ્રોફીઓ અને ઈનામો અપાયા હતા. સમગ્ર વાતાવરણ આનંદ ઉત્સાહ પૂર્ણ રહ્નાં હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



