ઈન્ટરસિટીમાં મેમુ કોચ લગાડવાનાં વિચાર પર પ્રવાસીઓનો વિરોધ

0
28

સુરત,તા.૧૦
ભીલાડ-વડોદરા ઈન્ટરસીટી ટ્રેનમાં મેમુ કોચ લગાડવાની હિલચાલ સામે પ્રવાસીઓનો વિરોધ ઉઠયો છે. રેલવે સત્તાવાળાઓ ઇન્ટરસિટીના આઇસીએફ કોચને બદલે મેમુ કોચ લગાડવાનું વિચારી રહી છે. જાકે, વિરોધને કારણે પ્રવાસીઓ પાસેથી રેલવે તંત્રે સૂચનો મંગાવ્યા છે.
મેમુ કોચમાં ટોઇલેટની સુવિધા હોતી નથી. ભલે ટ્રેન લાંબા અંતરની કેમ નહીં હોય, પણ મેમુ પ્રકારના કોચમાં બેઠકોની સંખ્યા વધવા સાથે હવા-પ્રકાશની સુવિધા વધુ સારી હોય છે. રોજિંદા મુસાફરો માટે મેમુના કોચ સુવિધા અને સગવડના રૂપમાં ખરેખર ઘણા સારા હોવા છતાં ટોઇલેટ ન હોવાને કારણે પ્રવાસીઓમાં નારાજગી છે.
ભીલાડથી શરૂ કરી વડોદરા પહોંચતા ઇન્ટરસિટી ટ્રેનને સાડા ચારેક કલાકનો સમય થતો હોય છે અને આટલા સમય દરમિયાન ટોઇલેટ નહીં હોવાને કારણે પ્રવાસીઓને હાડમારી ભોગવવી પડતી હોય છે. મેમુ કોચમાં ટોયલેટ નહીં હોવાનો મુદ્દો જ પ્રવાસીઓ માટે મુખ્ય વિરોધનો છે એમ એક રોજિંદા પ્રવાસીએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY