અમરોલી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું

0
4

સંમેલનમાં કોલેજની વિકાસગાથા વર્ણવી
સુરત, તા.૨૫
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલી દ્વારા રવિવાર તા.૨૪-૨-૨૦૧૯ના રોજ સાંજે ૬.૦૦ કલાકે વર્ષ ૧૯૯૧ થી ૨૦૧૮ સુધીમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓનું ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન થયું. જેમાં મુખ્ય મહેમાન તરીકે જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ તેમજ મંત્રી અશ્વિનભાઈ પટેલ અને જીવન જ્યોત ટ્રસ્ટ પરિવારના સભ્યો, સિન્ડીકેટ સભ્ય ભાવેશભાઈ રબારી, સેનેટ મેમ્બર કનુભાઈ અલગોતર ઉપસ્થિત રહ્ના હતા.
સમારંભની શુભ શરૂઆત કોલેજની વિદ્યાર્થીની કુ. હેતલ મહેતાએ પ્રાર્થનાથી કરી હતી. કોલેજના આચાર્યા ડો. કે.એન. ચાવડાએ કોલેજની વિકાસ ગાથા વર્મવી. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડા÷. ધ્વનિ પારેખ, અમિત ગામીએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજમાંથી નજીકના સમયમાં નિવૃત્ત થઈ રહેલ પ્રા.ગિરિશ જાષીનું જીવન જ્યોત ટ્રસ્ટ, કોલેજ પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY