ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ કાયદાને રદ કરવા આઈટુકની માંગ

0
11

અસંગઠિત કામદારોને માસિક પેન્સન ચૂકવવા માંગણી
સુરત, તા.૨૬
દેશનું રાષ્ટ્રીય મજુર સંગઠન ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસે તા.૨૫મી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ કામદાર-કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવા દેશવ્યાપી કાર્યક્રમ યોજવા હાકલ કરવામાં આવેલી છે. જેના અન્વયે ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ ગુજરાત રાજય સમિતિ તરફથી સુરત જિલ્લાના કલેક્ટર મારફત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન પત્ર મોકલવા આઈટુક ગુજરાત પ્રદેશના ડેપ્યુટી જનરલ સેક્રેટરી વિજય શેણમારેએ અનુરોધ કર્યો હતો. માંગણીઓમાં ગુજરાત રાજ્યના તમામ ધંધા-રોજગારમાં જાડાયેલા સંગઠિત અને અસંગઠિત કામદારોને લઘુત્તમ વેતન ધારા અન્વયે માસિક રૂ.૧૮૦૦૦-૦ થી ઓછું નહીં તેટલું વેતન ચૂકવો. નામ. સુપ્રીમ કોર્ટના આદેશ-ગાઈડ લાઈન મુજબ તમામ વર્ગના કામદારોને સમાન કામ માટે સમાન વેતન ચૂકવો. કાયમી અને બિન કાયમી કામદારો વચ્ચે ભેદભાવ રાખી શકાય નહીં. સામાજિક સુરક્ષાને ધ્યાને લઈ તમામ વર્ગના સંગઠિત કે અસંગઠિત કામદારોને માસિક પેન્શન ચૂકવો. કામદાર-કર્મચારીઓ માટેના ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ કાયદાને તાકીદે રદ કરો. મજુર કાયદાઓમાં દેશના કામદાર-કર્મચારી વિરોધી સુધારાઓ બંધ કરોનો સમાવેશ થાય છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY