અડાજણમાં સામાજિક તત્વોએ પાર્ક ગાડીઓની તોડફોડ કરી

0
7

સુરત, તા. ૨૬
અડાજણ વિસ્તારમાં અસામાજીક તત્વો બેફામ બન્યાં હતાં. સોમવારે મોડીરાત્રે અસામાજિક તત્વોએ લાકડાના ફટકા સાથે આતંક મચાવતાં પાર્ક કરેલી ગાડીઓમાં તોફફોડ કરી હતી. સાથે જ આ તત્વોએ ઘરમાં ઘુસીને લોકોને ધમકાવ્યાં હતાં. આ અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે, પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસનો કાફલો મોડા આવતાં અસામાજિક તત્વો ફરાર થઈ ગયાં હતાં. પોલીસને સવાલ કરનારા મીડિયાકર્મીથી લઈને લોકો સાથે પણ પોલીસે ધક્કામુકી કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ બાબતે પી.આઈ.ને પુછવામાં આવતાં તેમણે કશી જ માહિતી ન હોવાનું કહ્યું હતું

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY