બિમારીથી કંટાળી વૃદ્ધાએ અગ્નિ સ્નાન કરતા મોત નીપજ્યું

0
34

સુરત,તા.૨૭
પાંડેસરામાં એક વૃદ્ધાએ ડાયાબીટીસ અને પ્રેશરની બીમારીથી હતાશ થઈ અગ્નિ સ્નાન કરી લીધું હતું. મંગળવારની રાત્રે બનેલી આ ઘટના બાદ બચાવવા આવેલા બનેવી પણ દાઝી જતા બન્નેને ૧૦૮માં સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. જ્યાં વૃદ્ધાનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
પાંડસેરાની હરિધામ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને જાતે શરીરને આગને હવાલે કરનાર સુમનબેન ૮૦ ટકા દાઝી ગયા હોવાથી સિવિલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. સુમનબેન પતિના મૃત્યુ બાદ મોટા પુત્ર રાજેશ સાથે રહેતા હતા. બે પુત્ર અને ત્રણ પુત્રીઓની માતાના આપઘાતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY