અલ્પેશ કથીરિયાને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ઠેર-ઠેર તપાસ

0
18

અલ્પેશને પકડી પાડવા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પાંચ ટીમ બનાવી
સુરત, તા. ૧૭
રાજદ્રોહના ગુનામાં જામીન મુકત થયા બાદ આરોપી અલ્પેશ કથીરિયાએ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કરતા ક્રાઈમ બ્રાંચે તેના જામીન રદ કરવા માટે એક પરચૂરણ અરજી કોર્ટ સમક્ષ કરી હતી. જેની સુનાવણીના અંતે આરોપીના રેગ્યુલર જામીન રદ કરતો હુકમ કર્યો હતો. ત્યારબાદ અલ્પેશની ધરપકડ કરવા માટે ડીસીબી દ્વારા જુદી-જુદી ચાર-પાંચ ટીમો બનાવી રાજ્યના જુદા-જુદા શહેરોમાં મોકલી આપી હોવાનું ડીસીબીના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું.
આ કેસની ટૂંક વિગતો એવી છે કે અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહના ગુના દાખલ થયા બાદ ડીસબી દ્વારા અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળા દ્વારા તેની જામીન અરજી રજૂ કરવામાં આવી હતી જે સુનાવણીના અંતે અદાલતે મંજૂર કરી હતી. જામીન મુકત થયા બાદ તેણે વરાછા- કાપોદ્રા તેમજ સરથાણા વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કરતા ડીસીબી દ્વારા તેના જામીન રદ કરવા માટેનીછ એક પરચૂરણ અરજી કરી હતી. જેની સુનાવણીના અંતે અદાલતે ફગાવી દીધા બાદ ડીસીબી દવારા તેની ધરપકડક રવા માટે જુદી-જુદી ચાર-પાંચ ટીમો બનાવી રાજ્યના જુદા-જુદા શહેરોમાં મોકલાવી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY