બેગમપુરામાં આસીફ ગાંડાની જુગારની કલબ પર પોલીસ ત્રાટકી : ૨૧ની ધરપકડ

0
8

પોલીસે છાપો મારતા આસિફ ગાંડા સહિત પાંચ ભાગી છૂટયા
સુરત, તા. ૧૧
બેગમપુરા તુલસી ફળિયા તિલકમેદાનમાં આસિફ ગાંડાની જુગારની કલબ ઉપર મહિધરપુરા પોલીસે દરોડા પાડ્યા હતા. ૧૯ મોબાઈલ ફોન, કોઈન્સ, છ વાહનો, રોકડા મળી કુલ્લે રૂ. ૧૪.૧૯ લાખની મતા કબજે કરી હતી.
મહિધરપુરા પોલીસે આસિફ ગાંડાની કલબ ઉપર દરોડા પાડી જુગાર રમતા રોહિત સૂર્યવંશી, હિરેન ચોવટિયા, અરૂણ શાહ, કાસીમ શાહ, ગુલામ શાબીર, રસીક પટેલ, કાંતિભાઈ સવાણી, રાજુ ઉર્ફે રાકેશ મરાઠી, કમલેશ પટેલ, નીતિન પટેલ, વિનોદ મનોહર, મોહંમદ ઈમરાન, સંજય કાશીનાથ, ઈકબાલ કાસમ, અસ્ફાક ખાટકી, સંજય મરાઠી, સુભાષ જાદવ, રાજુ મંગા નજીક બસ્તર, મુસ્તાક ઈબ્રાહિમ, દિલીપ નાયક, બહાદુર રાઠોડની ધરપકડ કરી આસિફ ઉર્ફે આસીફ ગાંડો મહેબુબ શેખ, સાહિત મહેબુબ શેખ, હુસેન ઉર્ફે ટલ્લી અબ્બાસી ઝવેરી, રફીક ઉર્ફે મામુ ભીખા રમણ ઠાકોરને વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસે રોકડા રૂ. ૧,૯૧,૭૦૦ ૧૯ મોબાઈલ ફોન, તકીયા, શેતરંજી, ૧૨૫ નંગ કોઈન્સ, ટુ વ્હીલર, ફોર વ્હીલ છ વાહનો, મળી કુલ્લે રૂ. ૧૪,૧૯,૭૦૦ની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY