મુંબઇ,તા.૨૮
રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાને લઇને રણવીર સિંહ ખુબ ઉત્સુક છે. આ ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે. આ પિલ્મને ૨૮મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે રજૂ કરવાની હાલની યોજના છે. ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાનને લેવામાં આવી છે. જે તેની ડેબ્યુ ફિલ્મ સાબિત થઇ શકે છે. એક્શનથી ભરપુર ફિલ્મમાં રણવીર મુખ્ય રોલમાં નજરે પડનાર છે. એક્શન સિક્વન્સ માટે ટ્રેનિંગ પણ રણવીર સિંહ લઇ ચુક્યો છે. રોહિત શેટ્ટીની નવી ફિલ્મમાં તે પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે રોહિત શેટ્ટીની મોટા ભાગની ફિલ્મો એક્શનથી ભરપુર રહે છે. હાલમાં તે ઝોયા અખ્તરની ફિલ્મ ગુલ્લી બોયના શુટિંગને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ કામ કરી રહી છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રણવીર સિંહ તેની કેરિયરમાં હજુ સુધીની સૌથી મોટી ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે. શેટ્ટીની ટીમ સાથે તે કેટલાક સપ્તાહ સુધી ખાસ ટ્રેનિંગ પણ લઇ ચુક્યો છે. રણવીર અને રોહિત શેટ્ટી હાલમાં ફિલ્મ નિર્માતાની ઓફિસમાં મળ્યા હતા. ચાર કલાક સુધી વાતચીત ચાલી હતી. ત્યારબાદ બન્ને ફિલ્મને આગળ વધારી દેવા માટે સહમત થયા હતા. ગુલ્લી બોય બાદ સિમ્બા ફિલ્મનુ શુટિંગ ઝડપથી આગળ વધારી દેવામાં આવનાર છે. રોહિત શેટ્ટી સાથે કામ કરવાની તેની ઇચ્છા આખરે પૂર્ણ થઇ રહી છે. તેમની ફિલ્મો તમામ પેઢીને પસંદ પડે છે. તેમની એક્શન ફિલ્મો ચાહકોને ગમે છે. રોહિતે પહેલા જ કહ્યુ હતુ કે તેઓ રણવીર સાથે ફિલ્મ બનાવવા માટે ઇચ્છુક છે. તે પહેલા દક્ષિણ ભારતની ફિલ્મ ટેમ્પરના અધિકાર અમે ખરીદી લેવામાં આવ્યા હતા. આ ફિલ્મથી અમારી ફિલ્મ પ્રેરિત છે. આગામી દિવસોમાં આ દિશામાં નવી પહેલ કરવામાં આવનાર છે. રણવીર બોલિવુડમાં એક એનર્જી સ્ટાર તરીકે ઉભર્યો છે. તેની છેલ્લે પદ્માવત પણ સુપરહિટ સાબિત થઇ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




