સુરત, તા.૧
ઉત્તરભારતના પર્વતીય વિસ્તારોમાં ફરી હિમવર્ષા થઈ હોવાથી રાજ્યના હવામાનમાં ફેરફાર આવ્યો છે.આજે પવનની દિશા બદલાતા દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં નજીવો વધારો થતા રાત્રે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીમાં વધારો નોધાયો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૬.૪ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૫ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩.૬ મીલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર-પુર્વ દિશાથી કલાકના ૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં નજીવો વધારો નોîધાયો છે. રાત્રિના અને મળસ્કે ઠંડીનો ચમકારો વધ્યો છે. સાથો સાથ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્ના છે. નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૨ ડિગ્રી નોîધાયું છે. વલસાડમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૪.૬ ડિગ્રી નોધાયું છે. ઉત્તર ભારતમાંથી ઠંડા પવનની અસરથી રાત્રે તાપમાન ઘટયુ હતું, પરંતુ આજે સવારથી પવનની દિશા પૂર્વ તરફની થતા બપોરના સમયે ગરમીમાં વધારો નોધાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



