વડાપ્રધાન મોદી માટે ગુજરાત તેમનો આત્મા અને ભારત તેમનો પરમાત્મા છે : રૂપાણી

0
16

નવા દસ બ્રિજ મંજૂર કરવા સાથે આગામી રૂ.૯૭૦ કરોડના ખર્ચે તાપી નદીનું શુદ્ધિકરણ કરાશે : રૂપાણી
સુરત, તા.૧

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ છેલ્લા બે દિવસથી દેશવાસીઓને આનંદના સમાચારો મળી રહ્નાં છે, જેને લઇને દેશના નાગરીકોમાં અનેરો આનંદ, અને ઉમંગ જાવા મળી રહ્ના છે તેમ જણાવતા, આવતી કાલે પાડોશી દેશ પાકિસ્તાને બંધી બનાવેલા ભારતીય વાયુસેનાના પાયલોટને પણ પાકિસ્તાન મુક્ત કરશે તેમ જણાવ્યું હતું.
સૂરત ખાતે આયોજિત એક સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અગાઉ આપણા દેશને તેના પાડોશીઓ દ્વારા અવારનવાર ટપલીઓ મારી રહ્ના હતા. આતંકી સંગઠનો અમાનવિય રીતે ક્રૂરતા અને બર્બતા પૂર્વક આપણા સૈનિકો, સૈનિક છાવણીઓ અને પ્રજાજનો ઉપર હુમલાઓ કરી રહ્યા હતા. આ પરિસ્થિતિઓમાંથી છપ્પનની છાતીવાળા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને બહાર કાઢી, વિશ્વમાં અનોખુ ગૌરવ અપાવી આપણુ માન-સન્માન વધાર્યું છે તેમ જણાવ્યું હતું.
સૂરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પુલવામામાં શહીદ થયેલા ભારતીય સી.આર.પી.એફ.ના જવાનોના પરિવારજનો માટે અર્પણ કરાયેલી રૂ.ર૧ લાખ જેવી રાશીના માનવતાવાદી કાર્યને બિરદાવી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી માટે ગુજરાત તેમનો આત્મા છે, જ્યારે ભારત તેમનો પરમાત્મા છે તેમ પણ જણાવ્યું હતું.
વિશ્વના નકશામાં વિકાસનું પર્યાય બનેલા ગુજરાત, અને ગુજરાતના નકશામાં વિકાસની બીજુ નામ એટલે સૂરત તેમ જણાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૂરતને નવા દસ જેટલા બ્રીજ મળે તે માટે બજેટમાં વિશેષ જાગવાઇ કરવામાં આવી છે તેમ જણાવી, ખૂબ જ ઝડપથી વિકસી રહેલા સૂરતમાં આજે તેમના હસ્તે અંદાજીત રૂ.પપ૦ કરોડથી વધુની રકમના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
તાપી શુદ્ધિકરણ માટે રૂ.૯૭૦ કરોડ જેવી માતબર રાશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મંજુર કરીને સૂર્યપુત્રી તાપી નદીની પવિત્રતા સાથે અહીં નિયમિત રીતે તાપી નદીનું પૂજન-અર્ચન થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે તેમ પણ આ વેળા જણાવ્યું હતું.
ડાયમંડ સિટી સૂરત ખાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે સૂરત મહાનગરપાલિકા દ્વારા બી.આર.ટી.એસ. ફેઝ-ર અંતર્ગત રેલવે કલવર્ટ નંબર-૪૫૪ ખાતે, ઉત્રાણ-અમરોલીને જાડતો અટલ બિહારી બાજપાઇ રેલ્વે ઓવર બ્રીજ (અટલ બ્રીજ)ના લોકાર્પણની સાથે, મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારોના કુલ રૂ.૫૪૮.૬૩ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા વિવિધ પ્રકલ્પોનું ડીજીટલી લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY