સુરત,તા.૨
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગુરૂવારના દિવસે જ લોકાર્પણ થયેલા અમરોલી ઉત્રાણને જાડતાં રેલ્વે ઓવર બ્રિજ પર લોકાર્પણના બીજા જ દિવસે ખાડા પડી જતાં બ્રિજ પર થીંગડા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. મુખ્યમંત્રી ઉદઘાટન કરે તે પહેલા કોઇ કારણોસર પેવરમાં ખાડા પડી ગયા હોવાની વાત કદાચ માની શકાય તેવી છે પરંતુ હજુ તાજા જ બનેલા રોડ પર અને તે પણ હજુ ઉદઘાટન પ્રસંગને ૨૪ કલાક પણ વિત્યા નથી ત્યાં જ રોડમાં ખાડા પડી જવાની વાત સત્ય હકીકત છે જ્યાં તુરંત થીંગડા મારીને રિપેર કરવામાં આવ્યો છે.
બે વર્ષના બદલે ૬ વર્ષે તૈયાર થયેલો બ્રીજ પબ્લીકના ઉપયોગ માટે ખુલ્લો મુકાતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો. બાળકો બ્રિજ પર સાયકલ લઇને નીકળી પડ્યા હતાં, તો કોઇ મિત્રો સાથે ટોળામાં જઇને બ્રિજ પર દોડાદોડી કરવા લાગ્યા હતાં. શહેરમાં બનેલા ૧૧૨ બ્રિજમાંથી કોઇપણ બ્રિજના ઉદઘાટનના બીજા જ દિવસે રીપેરીંગ કામ કરવું પડે તેવું કદાચ સુરતના ઇતિહાસમાં પ્રથમ બનાવ હશે. લોકસભાની ચુંટણી નજીક હોવાથી મુખ્યમંત્રીના હાથે લોકાર્પણ કરવાની ઉતાવળમાં ગમે તેવું કામ કરીને મુકી દીધું હોવાની વાત સ્થઆનીકોમાં સાંભળવા મળી રહી છે. શાસક પક્ષની ઉતાવળને લીધે આ પ્રકારે ઉતાવળા નિર્ણયોથી લોકોના પૈસાનું પાણી થતું નજરે જોવા મળતું હોવા છતા વિપક્ષના કેટલાક જાગૃત નગરસેવકોએ પણ આ મુદ્દે મોં બંધ કરી દેતા લોકોને ભારે આશ્ચર્ય થઇ રહ્યું છે. શાસક પક્ષનું લાલં લોલ વિરોધ પક્ષ જાહેર નહી કરે તો પ્રજા કોની પાસે જશે તેવી ચર્ચા પણ લોકોમાં થતી સાંભળવા મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





