સુરત,તા.૪
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન સોફ્ટવેરની આડમાં વિદ્યાર્થીઓના પરિણામ જાહેર ન કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર પ્રકરણમાં યુનિવર્સિટી તંત્રએ તાબડતોડ પરિણામો જાહેર કરવાની ફરજ પડી છે.
ફેબ્રુઆરીમાં મહિનો પણ પૂર્ણ થઈ ગયો હોવા છતાં વિવિધ અભ્યાક્રમોમાં સેમેન્ટર-૧માં અભ્યાસ કરતા ૬૦ હજાર જેટલા વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા ન હતા. જેથી વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં યુનિવર્સિટી તંત્રએ તાબડતોડ ત્રણ દિવસમાં ૨૭ જેટલા પરિણામો જાહેર કરવાની ફરજ પડી છે. ૧ માર્ચના રોજ યુજી,પીજી સહિત ૧૭ પરિણામો, ૨ માર્ચના રોજ ૫ અને ૩ માર્ચના રોજ ૫ જેટલા પરિણામો જાહેર કર્યા હતા.
૨૭ પરિણામો જાહેર કર્યા છતાં હજું બીકોમ અને બીએસસી સેમેસ્ટર-૧ના પરિણામો જાહેર કરવાના બાકી છે. હાલ સુધી ઓનલાઈન સિસ્ટમની રાહે બેસી રહેલા યુનિવર્સિટી તંત્રએ હવે કર્મચારીઓની રવિવાર અને સોમવાર માહાશિવ રાત્રીની જાહેર રજા કેન્સલ કરી પરિણામો જાહેર કરવાની ફરજ પડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




