પીએમ મોદી સૌરાષ્ટ્રના ભગીરથ, હવે દુષ્કાળ ભૂતકાળ બનશે : રૂપાણી

0
18

જામનગર,તા.૪
રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનાં નિવેદન કર્યું કે, ‘૫૬ની છાતીવાળા પ્રધાનમંત્રીએ આતંકીઓનો સફાયો કર્યો છે. તેમણે ખેડૂતો માટે દરવર્ષે ૭૫ હજાર કરોડ આપને દસ વર્ષમાં સડાસાત હજાર કરોડ રૂપિયા આપીને લાભ આપ્યો છે. મહાશિવરાત્રીનાં દિવસે સૌરાષ્ટ્રની ધરતી પર આજે આપણા વડાપ્રધાનનાં વરદ હસ્તે અભિષેક થઇ રહ્યો છે.
સીએમે કહ્યું કે, ‘ રોજનું દસ કરોડ દરિયાનું પાણી પીવાલાયક બનશે. ગુજરાતને પાણીદાર બનાવવું છે. મહાશિવરાત્રીનાં દિવસે સૌરાષ્ટ્રનાં લોકોની પાણીની સમસ્યા દૂર થશે. ભગવાન શિવથી જીવનાં કાર્યક્રમ જામનગરની ધરતી પર થઇ રહ્યાં છે.
રૂપાણીએ વધુમાં જણાવ્યું લોકોએ કહ્યું હતું કે જ્યારે આ યોજનાનું ખાતમુહૂર્ત થયું ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે આ મુંગેરીલાલના સપના છે. ના મુમકીનને મુમકીન મોદી જ કરી શકે. પાણીના અછતગ્રસ્ત રાજ્યમાંથી આપણે પાણીદાર રાજ્ય બનાવાનું કામ કરીશું. સૌરાષ્ટ્રમાં સૌની, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ, કડાણા ડેમની યોજનાથી દુષ્કાળને ભૂતકાળ બનાવીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY