૪૦ સાંધાઓના ટચાકા ફોડી યુવકે કન્ટીન્યુસ જોઈન્ટ ક્રેક્ડ ઈવેન્ટનો રેકોર્ડ તોડ્યો

0
9

સુરત,તા.૪
બારડોલીના એક યુવકે કન્ટીન્યુસ જોઈન્ટ ક્રેક્ડ ઈવેન્ટનો રેકોર્ડ તોડ્યો છે. પ્રમાણિત રોકર્ડિંગ અને સાક્ષી સર્ટિફિકેટ સાથે એક નવા ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં મોકલી આપવામાં આવ્યો છે. આ રેકોર્ડ પહેલાં લંડનના યુવક ક્લાઈ સેલવન ક્લીનાના નામે હતો.
બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલના સિટી સ્કેન વિભાગમાં ટેક્નિશયન તરીકે રસેશ ઉપાધ્યાય કામ કરે છે. બારડોલીની બાબેન ગામે આવેલા સાઉન્ડ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં વીડિયો કેમેરા અને સાઉન્ડ રેકોર્ડિંગ સિસ્ટમ સામે પોતાના શરીરના વિવિધ સાંધાઓના ૪૦ જેટલા ટચાકા ફોડ્યા હતા. અને આ ઈવેન્ચ સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. ૩૨ સાંધાઓના ટચાકા ફોડવાનો રેકોર્ડ હાલમાં લંડનના ક્લાઈ સેલવન ક્લીનાના નામે નોંધાયેલો હતો.
બારડોલીના રશેષ ઉપાધ્યાયે શરીરના ૪૦ સાંધાઓના ટચાકા ફોડી કન્ટીન્યુસ જોઈન્ટ ક્રેક્ડ નામની ઈવેન્ટનો રેકોર્ડ તોડ્યો હતો. સાઉન્ડ એન્જિનિયરસ વકીલ, ડોક્ટર્સ સહિત અલગ અલગ સાક્ષીઓના અધિકૃત રિપોર્ટ, વીડિયો ગ્રાફી સહિતના સંપૂર્ણ ઈવેન્ટની ગિનિઝ બુકની ઓફિસ મોકલવામાં આવ્યો છે. જ્યાં તપાસ બાદ રેકોર્ડના પ્રમાણ પત્રો આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY