કડોદરામાં ટેન્કરે મોપેડ સવાર બે વિદ્યાર્થીઅોને ટક્કર મારી : એકનું મોત

0
13

ઈજાગ્રસ્ત એક વિદ્યાર્થિનીઅોની હાલત ગંભીર
સુરત, તા. ૧૨
કડોદરા ચાર રસ્તા પર ગત સાંજે મોપેડ અને ટેન્કર વચ્ચે સર્જાયેલો ગમખ્વાર અકસ્માતમાં મોપેડ સવાર બે વિદ્યાર્થી પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેની સ્થિત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરાના ગોકુલ નગરમાં રહેતા અને સ્વામિનારાયણ સ્કૂલમાં ધો. ૧૦માં ભણતા પ્રવીણકુમાર રામાભાઈ ભુવા મિત્ર વિશાલ કાળુભાઈ બોનિયા રહે. વરેલી સાથે સ્કૂલથી છૂટી જીજે-૫-એચ-કે ૯૪૪૮ નંબરની મોપેડ ઉપર સવાર થઈ ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન કડોદરા ચાર રસ્તા પરથી પસાર થતા જીજ.જે. ૧૨ એડબલ્યુ ૯૧૪૫ નંબરના ટેન્કર સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માતમાં મોપેડ સવાર પ્રવીણકુમાર ગંભીર ઈજાગ્રસ્ત થતા ઘટના સ્થળે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે મિત્ર વિશાલ ઈજા પામતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેમની સ્થિત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. હાલ સારવાર હેઠળ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY