આહવા, તા.૧૨
ડાંગ જિલ્લાનો ભાતિગળ લોકમેળો એટલે ડાંગ દરબાર. પ્રતિવર્ષ હોળી/ધૂળેટી સમીપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાતા આ ઐતિહાસિક પર્વની ઉજવણી સંદર્ભે, આગામી તા.૧૩મી ડીસેમ્બર, ૨૦૧૮નાં રોજ સવારે ૧૧ વાગ્યે, ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની એક બેઠક આયોજિત કરવામાં આવી છે. જેમાં ડાંગ દરબાર-૨૦૧૯ના આયોજન સંદર્ભે ચર્ચા વિચારણા હાથ ધરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



