અલથાણના હરીઓમ નગર અને એલએચ રોડ પર સાગર સોસા.માં ચોરી
સુરત, તા.૭
શહેરમાં ઘરફોડ ચોરીના બનેલા બે બનાવમાં રૂ.૪.૩૩ લાખની મતા ચોરાઈ હતી.
પ્રથમ બનાવમાં લંબેહનુમાન રોડ સાગર સોસાયટી ઘર નં.સી/૪૦માંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂ.૯૦ હજાર, સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૪,૧૩૫૦૦ની મતા ચોરી કરી ગયા હતા. ઘર માલિક ચેતનભાઈ વિઠ્ઠલભાઈ પાનસેરિયાએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
બીજા બનાવમાં અલથાણ ગાર્ડનની પાછળ હરિઓમનગર પલોટ નં.૪૫માંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂ.૨૦ હજારની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે ખટોદરા પોલીસ મથકે ઘર માલિક કામાભાઈ વાળાભાઈ વાણાએ પોલીસ ફરિયાદ નોîધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



