કોર્ટ રજા પર હોવાથી આવતીકાલે સુનાવણી થશે
સુરત, તા. ૧૨
સુરત સહિત દેશમાં હાહાકાર મચાવનારા બિટકનેક્ટના પ્રકરણમાં આરોપી દિવ્યેશ દરજીમાં એડવોકેટ કેતન રેશમવાળા અને ઝકી મુખત્યાર શેખ દ્વારા રજૂ કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી વધુ એક વાર ટળી હતી. ગુરૂવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. જાકે, ફરિયાદી તરફે એડવોકેટ યશવંતસિંહ વાળા ઉપસ્થિત રહ્ના છે.
આ કેસની ટૂંક વિગતો એવી છે કે, સુરતના વતની અને પાણીની ભીત પાસે ટયુશન કલાસ ચાલવતા આરોપી દિવ્યેશ દરજીએ મોટી-મોટી લોભામણી વાતો કરી લલચાવી પટાવી ફોસલાવીને બિટકનેક્ટ અને બિટકોઈનના નામે લાખ્ખો અને કરોડો રૂપિયા દેશના લોકો પાસેથી હડપ કરી લીધા હતા. સીઆઈડી ક્રાઈમમાં પીઆઈ નરવડેએ ગુનો દાખલ થયા બાદ શરૂ કરેલી તપાસમાં આરોપી દિવ્યેશ દરજીની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવ્યા હતા. હાલમાં તે લાજપોર જેલમાં આરોપી સામે પોલીસે ચાર્જશીટ રજૂ થઈ ચૂકી છે. આરોપી સામે જામીન અરજીની સુનાવણી દરમિયાન ડીજીપી નયન સુખવાળાએ સોગંદનામું પણ રજૂ કર્યુ હતું. વધુ સુનાવણી ગુરૂવારે હાથ ધરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



