સુરત, તા.૧૨
સાઉથ ઝોન ઉધનાïના એડી. સીટી ઈજનેર (સી) તથા ઝોનલ ચીફ તથા કાર્યપાલક ઈજનરેની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સાઉથ ઝોન ઉધનામાં સમાવિષ્ટ વેલકમ પાન સેન્ટરથી વિજયાનગર શાક માર્કેટ સુધીના રસ્તા તથા ફુટપાથ પર તેમજ જાગાણી માતાના મંદિરથી સાઉથ ઝોન દબાણ ડેપો સુધીïના રસ્તા તથા ફુટપાથ પર કરવામાં આવેલ દબાણોના કારણે સફાઈની કામગીરીમાં વિક્ષેપ પડતો હોય, સાઉથ ઝોન ઉધનાના શહેર વિકાસ વિભાગ, દબાણ વિભાગ, રોડ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે ટ્રક નં.૨, મઝદા ગાડી ૨ નંગ, જે.સી.બી. ૨ નંગની મદદથી ટીમ બનાવી ગતરોજ તા.૧૧-૧૨-૨૦૧૮ના રોજ ઉપરોક્ત રસ્તા પર મિલ્કતદારો તથા દુકાનદારો દ્વારા રોડ તથા ફૂટપાથ ઉપર કરેલ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે તથા સદરહું રસ્તાની બંને તરફે ફુટપાથ રીપેરિંગ તથા સ્ક્રેપિંગની કામગીરી કરવામાં આવેલ અને માલ સામાન જપ્ત કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




