કાર્ડની માહિતી આપી દેનાર ગ્રાહક છેતરાયો
સુરત, તા. ૯
ઓનલાઈન બ્લુટૂથ ઈઅર ઓર્ડર આપ્યા બાદ ઓનલાઈન ચીટરે ઓર્ડર આપનાર પાસેથી એટીએમ કાર્ડની વિગતો મેળવી રૂ. ૨૦,૬૯૩ ઉપાડી લીધા હતા.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેલેન્જા ગામ આનંદ વાટિકામાં રહેતા અભિષેક મગનભાઈ વેજલપરાએ કલબ ફેક્ટરીમાંથી ઓનલાઈન બ્લુટ્રૂથ ઈઅર ફોનનો ઓર્ડર કર્યો હતો. અોનલાઈન પેમેન્ટ પણ કરી દીધા બાદ ઓર્ડર મુજબની વસ્તુ નહીં આવતા કલબના કસ્ટમર કેર નંબર ઉપર ફોન કરતા વસ્તુ આઉટ ઓફ ઓર્ડર હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીના એટીએમ કાર્ડની વિગતો મેળવી ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી કુલ્લે રૂ. ૨૦,૬૯૩ ઉપાડી લીધા હતા. સરથાણા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




