ઓલપાડ અટોદરા ગામે શ્રી ભીડ ભંજન મંદિરમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી

0
27

મહાદેવ મંદિરે ભજન અને સત્સંગનો કાર્યક્રમ યોજાયો
સુરત, તા.૯
શ્રી ભીડભંજન મહાદેવ અને સંતોષી માં મંદિર, નવું ગોકુળ, મુ.અટોદરા, તા.અોલપાડ, જિ. સુરત ખાતે તા.૪-૩-૨૦૧૯ના રોજ મહાશિવરાત્રી ધામધૂમથી ઉજવાઈ હતી. પ્રારંભે શહીદ જવાનોને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલી અર્પી હતી. સવારે ભોળાનાથની આરતી, પૂજા, ભોળાનાથનો વરઘોડો ગામમાં ફર્યો હતો. સાંજે ૬ વાગ્યે આરતી થઈ હતી. ઘીના કમળ જ્યોત પ્રગટાવી સંતો, મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. રતિલાલ ચૌહાણે ગામના વડીલો હીરાભાઈ માસ્તર, લલ્લુભાઈ ચૌહાણ, મગનભાઈ ચૌહાણ અને પ.પૂ. સંત રમણબાપુનું શાલ અોઢાડી બહુમાન કયુ* હતું. યુવકોએ સરપંચપદે શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવનાર રતિલાલભાઈનું શિલ્ડ આપી બહુમાન કયુ* હતું. સતીષ રોહિત, રણજીત કોન્ટ્રાક્ટર, હર્ષ મહેદા, ક્રિના, રૂચિનું સન્માન થયું હતું. મીત રસિયા, શુભમ (અંધ કલાકાર) રાજસરણ સુરદાસ ગ્રુપે (અંધજને) શિવજી અને દેશભક્તિમય ગીત ગાઈ રસતરબોળ કર્યા હતા. દલપતબાપુ, અંબારામબાપુ, ગોમાનબાપુ, નાગજીબાપુ, છગનભાઈ સ્નેહી, ઈશ્વરદાસ, જમનબાપુ, ભરત બાપુ, દલપતબાપુ, પરસોતમબાપુ, બીજલબાપુ, કાંતિબાપુ વગેરે સંતોનું બહુમાન થયું હતું. દલપતબાપુ, નાગજીબાપુ, બીજલબાપુએ ભજન સત્સંગ કર્યો હતો. અજયભાઈ અને રમણ બાપુએ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY