ટુર્નામેન્ટમાં ૧૨ ટીમો વચ્ચે મેચ રમાશે
સુરત, તા.૯
શ્રી સદ્ગુરૂ રોહિદાસ સત્સંગ મંડળ તથા શ્રી સાંઈ યુવક મંડળ વરીયાવ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા.૧૦-૩-૨૦૧૯ના રોજ સવારે ૯.૦૦ કલાકે મલગામા-ભેંસાણ રોડ, રેલવે ફાટક પાસે, સુરત ખાતે સ્વ. રતિલાલ એન. પરમાર (એડવોકેટ-નોટરી)ના સ્મરણાર્થે ઈશ્વરભાઈ વી. પરમાર દ્વારા રમાડવામાં આવશે. કુલ રોહિત સમાજની ૧૨ ટીમો ભરૂચથી વલસાડ સુધીના વિવિધ ગામોની ટીમો ભાગ લેશે. તેમાં વિજેતા ટીમોને શિલ્ડનું વિતરણ કરવામાં આવશે. રોહિત સમાજના યુવક મંડળના હીતચિંતકોએ હાજરી આપવા વિનંતી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



