સુરત મનપાના બોન્ડને બજારમાં જબરો પ્રતિસાદ

0
5

સુરત, તા.૯
સુરત મહાનગરપાલકા દ્વારા બહાર પાડવામાં આવેલ સુરત મહાનગરપાલિકા ટેક્ષબેલ બોન્ડ-૨૦૧૯ સીરીઝ-૧નું ઈ-બીડિંગ તા.૨૭-૨-૨૦૧૯ના રોજ રાખવામાં આવેલ. જે બોન્ડનું ભરણું પ્રથમ મીનીટની અંદર જ ભરાય ગયેલ હતું. બોન્ડને અકલ્પનીય પ્રતિસાદ મળવાની સાથે નિર્ધારીત સમય પહેલા મૂળ રકમથી ૧૧.૩૫ ગણો રૂ.૧૧૩૫ કરોડ સંપૂર્ણ ભરાય ગયેલ હતો.
સદરહુ બોન્ડના ભરણાંની પે-ઈન તારીખ તથા બોન્ડની એલોટમેન્ટ તા.૧-૩-૨૦૧૯ના રોજ રાખવામાં આવેલ જેમાં સફળ બીડર્સને રૂ.૨૦૦ કરોડના બોન્ડનું એલોટમેન્ટ આપવામાં આવેલ.
સુરત મહાનગરપાલિકાના ઉક્ત બોન્ડ અન્વયે ગતરોજ તા.૮-૩-૨૦૧૯ના રોજ સવારે ૯.૩૦ કલાકથી ૧૧.૩૦ કલાક સુધી સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે મેયર ડો.જગદીશ પટેલના પ્રમુખ પદે બેલ રીગિંગ સેરેમની ફોર લિસ્ટિંગ મ્યુનિસિપલ બોન્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં મા.મેયર ઉપરાંત સાંસદ સી.આર. પાટીલ, ધારાસભ્યો સંગીતાબેન પાટીલ, અરવિંદભાઈ રાણા, ઝંંખનાબેન પટેલ, ડે.મેયર નિરવભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન અનિલભાઈ ગોપલાણી, મા.મ્યુ. કમિશનર એમ. થેન્નારસન, શાસક પક્ષના નેતા ગિરિજાશંકર મિશ્રા, દંડક દક્ષાબેન જરીવાલા તથા બીએસઈના એમ.ડી. અને સી.ઈ.ઓ. આશિષભાઈ ચૌહાણ તથા તેમની ટીમ બોન્ડના એડવાઈઝર કમ એરેન્જર એસબીઆઈ કેબિટલ માર્કેટ એલટીડીના આસી.વાઈસ પ્રેસીડન્ટ ડિપલ તલસાણિયા હાજર રહેલ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોએ હાજરી આપેલ.
મા.કમિશનર દ્વારા પોતાના ઉદોધનમાં મ્યુ. બોન્ડના અકલ્પનીય પ્રતિસાદ બાબતે ખુશી વ્યક્ત કરી હતી. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના કિસ્સામાં સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કરેલ કુપન રેટ ૮.૬૮ ટકા વાર્ષિક દર દેશની સમગ્ર મહાનગરપાલિકાઓમાં ઓછામાં ઓછો દર હોવાનું જણાવેલ. સુરત મહાનગરપાલિકાના આગામી વિકાસના કામો બાબતની વિગતો આપતા તાપી શુદ્ધિકરણના અંદાજે ૯૦૦ કરોડના પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી મળેલ છે. તેમજ સુચિત બેરેજના પ્રકલ્પ તથા સુરત મહાનગરપાલિકાના સુચિત વહીવટી ભવનના મોટા કેપિટલ કામો માટે તેમજ અન્ય કેપિટલ વિકાસના કામો માટે લાંબા ગાળાની નાણાંકીય જરૂરીયાત ઉપસ્થિત થાય તો તેવા સંજાગોમાં સમાન પ્રકારે બોન્ડ બહાર પાડી નાણાં મેળવી શકાય અને તેમ કરવાથી સુરત મહાનગરપાલિકાની ટેક્ષ રેવન્યુના દરોમાં વધારો ન કરતા તેમજ સુરત શહેરના નાગરિકો ઉપર વધુ ટેક્ષ બોજ ન પડે તે ધ્યાને લઈ બોન્ડ દ્વારા નાણાં મેળવવાની પ્રક્રિયા લાભકારક હોવાનું જણાવેલ. પ્રસ્તુત બોન્ડ બહાર પાડ્યેથી સુરત મહાનગરપાલિકાની શાખામાં વધારો થયેલ હોય તેમજ આ બોન્ડના રીપેમેન્ટ બાદ સુરત મહાનગરપાલિકાના રેટિંગમાં પણ સુધારો થશે. જેથી ભવિષ્યમાં વધુ નાણાંની જરૂરીયાત કોર્પોરેટ માર્કેટમાંથી બોન્ડ તથા અન્ય વિકલ્પોથી મેળવી શકાશે.
મા.સાંસદ સી.આર. પાટીલ દ્વારા પણ સુરત મહાનગરપાલિકાની બોન્ડ સંદર્ભિત કામગીરીને વધાવી કાર્યક્રમના પ્રસંગ અનુરૂપ પોતાના વક્તવ્ય રજૂ કરેલ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY