દેશમાં એકતા, અખંડિતતા અને ભાઇચારાનો સંદેશ પણ આપશે
અયોધ્યામાં રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા સરયુ નદીના કિનારે કુરાનની આયત પઢવામાં આવશે. લગભગ દોઢ હજાર જેટલા મુસ્લિમ કુરાનની આયતો વાંચીને રામ મંદિરના નિર્માણમાં આવતા અવરોધો દૂર કરવાની દુઆ માંગશે. આ સાથે જ તેઓ દેશમાં એકતા, અખંડિતતા અને ભાઇચારાનો સંદેશ પણ આપશે. આ કાર્યક્રમમાં લઘુમતી બાબતોના મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે. જો કે, મુસ્લિમ મંચના આ કાર્યક્રમથી આરએસએસએ પોતાને અલગ કર્યો છે. સંઘ તરફથી અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે ટ્વીટ કરીને કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અયોધ્યામાં સામુહિક નામાઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેવા સમાચાર કેટલાક પ્રચાર માધ્યમોથી આવ્યા છે. તે પાયાવિહોણા અને ખોટાં છે. જાણવા મળી રહ્યું છે કે, સંઘ આ કાર્યક્રમથી દૂર થવા પર અયોજનનું કોઇ મહત્વ રહ્યું નથી. તેમજ સંઘ આ કાર્યક્રમથી દૂર થયા બાદ હવે મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરીના પહોંચવા પર પણ સસ્પેન્સ છે. કાર્યક્રમ મુજબ લગભગ 1500 મુસ્લિમ આજે 12 જુલાઇના રોજ સરયુ નદીના જળથી વજૂ કરીને સામૂહિક નમાઝ અદા કરશે. આ આયોજન રામ મંદિરના નિર્માણમાં આવતા અવરોધો દૂર કરવા માટે કરવામાં આવી રહ્યું છે. તેમજ આ સમયે એક અનોખુ દ્રશ્ય સર્જાશે જ્યારે હજારોની સંખ્યામાં મુસ્લિમો સરયુના કિનારે એક તરફ કુરાનની આયત પઢશે અને બીજી તરફ મંદિરોમાં મંત્રોચ્ચાર વચ્ચે ઘંટ વાગી રહ્યાં હશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



