સુરત, તા. ૧૨
સીમાડા ખાતે આવેલ સોસાયટીમાં રસ્તાના કામનું નિરીક્ષણ કરવા ગયેલા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને સ્થાનિક મહિલાઅોએ ધક્કે ચઢાવ્યા હતા. પોલીસની હાજરી વચ્ચે ઉશ્કેરાયેલી મહિલાઅોની હરકતથી ડઘાઈ ગયેલા ધારાસભ્ય બાઈક ઉપર પરત જતા રહ્ના હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીમાડાની સોસાયટીમાં રસ્તાની કામગીરીની નિરીક્ષણ કરવા ગયેલા ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાનો સ્થાનિક મહિલાઅો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોગ્રેસની મહિલા કોર્પોરેટરના પતિ સહિતનીï હાજરીમાં મહિલાઅો ઉશ્કેરાતા ધારાસભ્યને ધક્કે ચઢાવવામાં આવ્યા હતા.
આ અંગે કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાનો મોબાઈલ ઉપર સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે બે ત્રણ દિવસથી આ વિસ્તારમાંથી ફરિયાદ મળતા સ્થળ મુલાકાત માટે ગયો હતો. સોસાયટીનો રસ્તો બંધ થઈ જશે તેવું કોîગ્રેસના લોકો દ્વારા ઉંધા ચશ્મા પહેરાવવામાં આવી રહ્ના હતા. કોગ્રેસની મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા મહિલાઅોને ઉશ્કેરવામાં આવ્યા હતા. હું બાઈક પર જ ઘટના સ્થળે ગયો હોવાતી કાર છોડી બાઈક પર નાસી ગયો હોવાની ખોટી વાત કોîગ્રેસ દ્વારા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



