૭ રૂપલલનાઓ અને ત્રણ ગ્રાહકોની પોલીસે ઝડપી પાડ્યા
સુરત,તા.૧૧
રાજ્યમાં વધી રહેલા કુટણખાનાની વચ્ચે સુરતના વરાછા વિસ્તારમાંથી વધુ એક કૂટણખાનાનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. આ વિશે મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં સ્પાની આડમાં મોટું કૂટણખાનું ચાલતું હતું, તેના પર સુરત પોલીસે મોડી રાત્રે ત્રાટકી હતી. પોલીસે અહીંથી ૭ રૂપ લલનાઓ અને ૩ ગ્રાહકો સહિત કુલ ૧૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં અનેક સ્પા સેન્ટરો આવેલા છે, અને અનેકવખત સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થતો હોય છે. ત્યારે સુરત પોલીસને એક બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વરાછાના મારૂતિ ચોક પાસે આવેલા સ્પાની દુકાનમાં મોડી સાંજે રેડ કરી હતી, રેડ કરતા પોલીસને સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો.
વરાછા પોલીસની ઓચીતી રેડથી સ્પાની અંદર અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. પોલીસે અહીંથી ૬ જેટલી રૂપલલનાઓ, સ્પા સંચાલક અને ગ્રાહકો મળીને કુલ ૧૦ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમા એક મહત્વપૂર્ણ વાત સામે આવી હતી કે, કૂટણખાનામાં ઝડપાયેલી ૭ રૂપ લલના પૈકી ૩ જેટલી યુવતીઓ તો બાંગ્લાદેશની હતી.
વરાછા પોલીસે ત્રણેય બાંગ્લાદેશી યુવતીઓની પુછપરછ કરી તો મોટા ખુલાસા થયા હતા. તેમને જણાવ્યું કે, અમે અહીં રૂપિયા કમાવવાની લાલચ આપી અહી લાવવામા આવી હતી. હાલ વરાછા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને ત્રણેય બાંગ્લાદેશી યુવતીઓની દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




