શિરસોલી રેલ્વે સ્ટેશન પર ગીતાંજલિ એક્સ.ટ્રેનમાં આગ લાગતાં ચકચાર મચી

0
7

જો કે કોઇ જાનહાનિ નહિ,આગ પર કાબૂ મેળવાયો
સુરત,તા.૧૧
ગુજરાત રાજયની સરહદ નજીક મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના શિરસોલી રેલ્વે સ્ટેશન ઉપર ગીતાજંલી એક્સપ્રેસ ટ્રેનની બોગીમાં આગ લાગતાં અફડાતફડીનો માહોલ ફેલાયો હતો.ટ્રેનની બોગીમા આગ લાગ્યાનું જણાતાં મુસાફરોમાં ડર ફેલાયો હતો. સાથે જ ચેઈનપુલિંગ કરીને મુસાફરો નીચે ઉતરી ગયાં હતાં. બાદમાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. જા કે, કોઈ ઈજા જાનહાનિ થઈ નથી.
મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં સુરત- ભુસાવળ રેલ્વે લાઈન ઉપર બપોરના સમયે ગીતાંજલી એક્સપ્રેસ ટ્રેનની બોગીના જનરેટરમાં આગ લાગી હતી. જે આગળ ડબ્બામાં પણ આગ પ્રસરી રહી હતી. આગના ધુમાડાથી મુસાફરોમાં ડરનો માહોલ પેદા થયો હતો. અને એક્સપ્રેસ ટ્રેનનું ચેઈન પુલિંગ કરીને ગાડીને જલગાંવ જિલ્લાના શિરસોલી રેલવે સ્ટેશન ઉપર ઉભી રાખી દેવામાં આવી હતી. તાત્કાલિક ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જા કે, થોડા સમય માટે સુરત-ભુસાવળ રેલવે લાઈન પર ટ્રેન વ્યહાર ઠપ્પ થઈ ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY