બન્ને વેપારીઓ દુકાન બંધ કરીને ભાગી જતા કારખાનેદારની મોટી રકમ સલવાઈ ગઈ
સુરત, તા. ૩
કતારગામ જીઆઈડીસીના એમ્બ્રોઈડરી કારખાનેદાર પાસે જાબકામ કરાવી મંજૂરીના રૂ. ૯૩.૬૧ લાખ ચૂકવવાને બદલે બે વેપારી દુકાન બંધ કરી નાસી ગયા હતા. કારખાનેદારે કતારગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા હિરાબાગ રૂપમ સોસાયટીમાં રહેતા એમ્બ્રોઈડરી કારખાનેદાર રસીક છગનભાઈ માંગુકિયાએ આરોપી રજની કનુભાઈ કાબરિયા (રહે. સાયણ), ચેતન ઉકાઈભાઈ દુધાત (રહે. લાલન પાર્ક, વરાછા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ બન્ને આરોપી વેપારીએ ફરિયાદી પાસે જોબકામ કરાવ્યું હતું. કુલ્લે રૂ. ૯૩,૬૧,૪૬૭નું પેમેન્ટ ચૂકવવાને બદલે દુકાન બંધ કરી દીધી હતી. તેમજ આરોપીએ આપેલાં ચેકો પણ રિટર્ન થયા હતા.
કતારગામ પોલીસે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



