ડીઆરઆઈ દ્વારા ૨૦ કરોડની વિદેશી વસ્તુઓ જપ્ત કરાઈ

0
17

સુરત,તા.૧૨
સચિન વિસ્તારમાં ઇનલેન્ડ કન્ટેનર ડેપોમાં ડીઆરઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વિદેશી ઘડિયાળ, બુટ, કોસ્મેટિક્સ, આંતરવસ્ત્રો વગેરે જપ્ત કરવામાં આવ્યા છે. હાલ ડીઆરઆઈ દ્વારા ૬૧૮ કાર્ટૂન જપ્ત કરવામાં આવ્યા છે. જેની કિંમત અંદાજે ૨૦ કરોડ થાય છે. જ્યારે આ સમગ્ર મામલે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
મળતી વિગતો પ્રમાણે, ડીઆરઆઇના અધિકારીઓ દ્વારા સચિન વિસ્તારમાં આવેલા ઇનલેન્ડ કન્ટેનર ડેપો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે ૬૧૮ કાર્ટુન જપ્ત કરવામાં આવ્યા છે અને તેમાંથી વિદેશથી આયાત કરવામાં આવેલા કોસ્મેટીક સર સામાન, મહિલાઓના આંતરવસ્ત્રો, શુઝ, કિંમતી ઘડિયાળો વિગેરે મળીને અંદાજે રૂપિયા ૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં ડીઆરઆઇ દ્વારા આ તમામ ચીજ વસ્તુઓ જપ્ત કરી અને તેને મંગાવનારા કોણ હતા તેની તપાસ કરવામાં આવી રહી છે તેમજ જા ડ્યૂટી ચોરીનો અથવા તો અન્ય કોઇ ગેરરીતીની વાત સામે આવશે તો ડીઆરઆઇ દ્વારા આ મામલે વધુ પગલાં ભરવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY