મહિલા તબીબ પાસે ૫ લાખની ખંડણી માંગતા ૩ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

0
16

સુરત,તા.૧૨
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મહિલા તબીબ પાસે ૫ લાખની ખંડણી માંગવામાં આવી હોવાની ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હુમન રાઈટ એક્ટિવિટ્‌સ કે.ડી. સેલડીયા દ્વારા ખંડણી માંગવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્મીમેર હોસ્પિટલની મહિલા તબીબને પ્રાઇવેટ પ્રેકટીસ કરો છો તેવો આરોપ કરી ખંડણી માંગવામાં આવી હતી. ફરિયાદમાં કેરિયર ખલાસ કરી નાખવાની અને મીડિયામાં બદનામ કરવાની ધમકી પણ અપાઈ અને આ બાબતે કોઈને વાત કરી છે તો મહિલા તબીબના પતિને મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોક બજાર પોલીસ સ્ટેશનમાં હ્યુમન રાઈટ એક્ટિવિટ્‌સ કે.ડી. સેલડીયા અને તેના બે સાગરીતો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY