સુરત,તા.૧૨
ઓલપાડના સાયણ ગામ ખાતે એલસીબીએ બાતમી આધારે દરોડા પાડ્યા હતા. અને ગાંજાના જથ્થા સાથે ચારને ઝડપી પાડ્યા હતા. એલસીબીએ આરોપીઓ પાસેથી કુલ ૩.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
એલપાડના કારેલી ગામ ખાતે આવેલી સિદ્ધી રેસીડેન્સીમાં સુરત ખાતે ભાડાના મકાનમાં રહેતા ચાર ઈસમો ગાંજા લાવીને વેચાણ કરતા હોવાની એલસીબીને બાતમી મળી હતી. બાતમી આધારે ટીમ બનાવી રેડ કરવામાં આવી હતી. જેમાં ઉપેન્દ્ર સુદર્શન પ્રધાન, પ્રભાકર બિદ્દેશ મુન્ની, ભગવાન દંડયાન પોઈડા અને અજીત ગૌડાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. એલસીબીએ આરોપી પાસેથી ૫૪.૦૪ કિલો ગાંજાનો જથ્થો કિંમત ૩.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ડેટ જાહેર કર્યા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી ઉપેન્દ્ર બે મહિનાથી આ ધંધો કરતો હતો.અને તેલંગાણા રાજ્યાના કાંચીગુડા ખાતે રહેતા ઈમરાન નામના ઈસમ પાસેથી ગાંજા લાવી અન્ય આરોપીઓ સાથે મળી વેચાણ કરતો હતો. આરોપીઓ સુરતના અશ્વિનીકુમાર ખાતે ગાંજા આપવાનું કામ કરતા હતા. ગાંજાના વેચાણથી મળેલી રકમ સરખા ભાગે વહેંચી લેતા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



