રાજપીપળા શહેરમાં એક બાદ એક ચંદન ચોરોનો આતંક,ચંદના વધુ છ ઝાડની ચોરી 

0
36

ચંદનના વૃક્ષ એકજ ઢબે ઈલેકટ્રીક કટરથી કાપી ચોરી થવા છતાં ચોરો પોલીસ પકડથી દૂર 

અગાઉ દરબાર રોડ લક્ષ્મીનારાયણ મંદિર માંથી ચંદનનું ઝાડ ઈલેકટ્રીક કટરથી કાપી લઈ ગયા બાદ થોડાજ દિવસમાં વડિયા ફોરેસ્ટ કોલોનીમાં બે ચંદનના ઝાડની ચોરી અને હાલ સતત બીજી વખત પણ વડિયા ફોેરેસ્ટ કેમ્પસ માંજ ચોરી થતા અનેક સવાલ જંગલ ખાતામાં કેમ્પસ માંથીજ જો ચોરી થતી હોય તો વન વિભાગની કામગીરી પર પણ અનેક સવાલ 

રાજપીપળા : રાજપીપા શહેરમાં એક બાદ એક ચંદનના વૃક્ષ કાી ચોરી જવાનો સિલસિલો યથાવત રહેતા પોલીસ અને વન વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે સોમવારે વધુ છ ચંદનના વૃક્ષ કાપી ચોરો પોલીસને જાણે ચેલેન્જ કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.

રાજપીપળા વડિયા પેલેસમાં આવેલી ફોરેસ્ટ કોલોનીમાં સતત બીજી વખત ચંદનના વૃક્ષની ચોરી થતા વન વિભાગ પર અનેક સવાલ ઉઠ્યા છે અગાઉ રાજપીપળા દરબાર રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ મંદિરના કમ્પાઉન્ડ માંથી ચંદનનું વૃક્ષ કાપી ચોરો પલાયન થયા બાદ થોડાજ દિવસમાં વડિયા પેલેસ ખાતે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં બે ચંદનના વૃક્ષની ચોરી થઈ પરંતુ આ બંને ચોરીની ફરિયાદમાં પોલીસ ચોોને પકડામાં નિષ્ફળ ગઈ હતી ત્યાંજ સોમવારે વડિયા ફોરેસ્ટ કોલોની માંથીજ વધુ 6 ચંદનના વૃક્ષની ચોરી થતા એ બાબતે સંશોધન વિભાગ, રાજપીપળાના રેન્જ ફોરેસ્ટર રણજીતસિંહ ચૌહાણે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ આપી હતી જેમાં પોલીસે ચંદનના 6 ઝાડ જેની કિંમત 20 હજાર લખી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે પરંતુ મહામુલા અને પવિત્ર ગણાતા ચંદન ના વૃક્ષ ની એક બાદ એક ચોરી કોણ કરી રહ્યું છે એ પગેરું મેળવવામાં પોલીસને સફળતા મળશે ખરી અને વન વિભાગના અધિકારીઓ પણ પોતાની કોલોની માંથી થતી આ ચોરી બાબતે કેમ મૌન સેવી રહ્યા છે …? કેમ રાત્રી સિકયુરિટી કડક નથી તેવા ઘણા સવાલ હાલ ઉઠ્યા છે .

ફોરેસ્ટ કોલોનીનું કેમ્પસ મોટું હોવા છતાં રાત્રે સિક્યુરિટી કેમ મુકાયા નથી 

વડિયામાં આવેલી ફોરેસ્ટ કોલોનીનું મસમોટું કેમ્પસ છે અને અગાઉ પણ આજ રીતે ચંદનના બે ઝાડની ચોરી થઈ હોવા છતાં ત્યાં ફક્ત દિવસે સિકયુરિટી ગાર્ડ ફરજ પર મુકેલા છે ત્યારે સવાલ એ થાય છેકે રાત્રે કેમ સિકયુરિટી મુકવામાં આવ્યા નથી…?! પોલીસ ની સાથે સાથે જેતે વિભાગના અધિકારીઓ ની પણ એટલીજ જવાબદારી છે .ત્યારે ચંદન જેવા કિંમતી ઝાડ માટે વન વિભાગ આગળ શું પગલાં લેશે એ જોવું રહ્યું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY