પુણાગામમાં સગીર છોકરીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર

0
5

સુરત, તા.૧૩
પુણાગામના યુવકે સગીર વયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ જગ્યાએ લઈ જઈ શરીર સુખ માણી બળાત્કાર ગુજાર્યો હતો.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પુણાગામ શિવદર્શન સોસાયટીમાં રહેતો ચિંતન અશોકભાઈ ભડીયાદરા ફરિયાદી સગીર વયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો. જુદી જુદી જગ્યાએ લઈ જઈ અવર નવર ફરિયાદીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ બીજીવાર શરીર સંબંધ નહીં બાંધવા દેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે સરથાણા પોલીસે પોસ્કો એક્ટ અન્વયે ગુનો દાખલ કરી પો.ઈ. એન.ડી. ચૌધરીએ તપાસ હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY