કડોદરા, તા.૧૩
પલસાણા તાલુકાના વાકાનેડા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાંથી ગતરાત્રે કડોદરા પોલીસે ૧ લાખ ૭૫ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ફરાર ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કડોદરા પોલીસ સ્ટાફના માણસો કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે મળેïલ બાતમીના આધારે પોલીસે વાકાનેડા ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૮૦ના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો અને અંદર તપાસ કરતા ગોડાઉનમાંથી વિદેશી બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ બોટલ નંગ ૩૫૦ જેની કિંમત રૂ.૧,૭૫૦૦૦નો મુદ્દામાલ કબજે લઈ ફરાર મોહમદ ઈમરાન બસીઉલ્લા અન્સારી રહે. મીઠીખાડી, લીંબાયત સુરત તથા બે અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



