શાળા સમિતિ કચેરી પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન

0
312

શિક્ષણ સમિતિના રેઢિયાળ કારભારના વિરોધમાં કોંગ્રેસના સભ્યોના ઘરણા
સુરત, તા. ૧૨
વિવાદો અને કૌભાંડથી વગોવાયેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકોની તાનાશાહી સામે આજે કોંગ્રેસ પક્ષના સભ્યોએ ધરણા યોજી દેખાવો કર્યો હતો. આ ધરણામાં કોંગ્રેસી સભ્ય નટુભાઈ પટેલ, શફીભાઈ જરીવાળા, સુરેશ સુહાગીયા સહિત કોંગ્રેસી કાર્યકરોએ ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રચાથમિક શિક્ષણ સમિતિ ૩૪૪ શાળાઅો ધરાવે છે. જેમાં ગરીબ પરિવારના ૧,૬૦,૦૦૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદો અને કૌભાંડોથી વગોવાયેલી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપના શાસકો અણાઅવડતના કારણે સમિતિનો કારણે સમિતિનો વહીવટ ખાડે ગયો છે. સમિતિના અધ્યક્ષ તાનાશાહી રીતે સમિતિનું સંચાલન કરી રહ્ના છે. સમિતિમાં મહત્વનું સ્થાન ધરાવતા શાસનાધિકારીનું કંઈ ઉપજતું નથી અને અધ્યક્ષïના રબર સ્ટેમ્પ તરીકે કામ કરે છે. દિવસે દિવસે વહીવટ કથળતો જાય છે. આઈકાર્ડ કૌભાંડ આચનારા ભાજપ શાસકોને કારણે સમિતિનો વહીવટ ખાડે ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY