લક્ષ્મીનગર સોસાયટી પાસેથી નીકળેલો વરઘોડો જાવા મહિલા સાવિત્રી બડગુર્જર ધાબા પર પહોંચી અને ગોળીબારમાં મોતને ભેટી
સુરત, તા. ૧૨
વરાછા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગરની સોસાયટીમાંથી રાત્રે વરઘોડો પસાર થતો હતો ત્યારે વરઘોડાના ઉન્માદમાં હવામાં ફાયરિંગ કરવામાં આવતા સાવિત્રીબેન નામની મહિલાને ડાબા ગાલ તથા શરીરના ભાગે ગોળીઅો (કારતુસ) વાગતા તેણીનું કરૂણ મોત નીપજ્યું હોવાનો બનાવ વરાછા પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વરાછા એલ.એચ. રોડ રેણુકા ભવન લક્ષ્મીનગર સોસાયટીમાં દેવરાજભાઈ શ્યામ બિહારી બડગુર્જર રહે છે. ગત રાત્રે લક્ષ્મીનગરમાંથી વરઘોડો પસાર થઈ રહ્ના છે. આ દરમિયાન આ વરઘોડાને મહિલાઅો પોતાની અગાશી પરથી જાઈ રહી હતી. વરઘોડામાંથી એક અજાણ્યા ઈસમે પોતાની રિવોલ્વરમાંથી હવામાં શોખ ખાતર ફાયરિંગ કરતા વરઘોડાને અગાશીમાંથી જાઈ રહેલી સાવિત્રી બે દેવરાજ બડગુર્જર (૫૨) ના શરીરે તેમજ ડાબા ગાલમાં ભાગે વાગતા ગંભીર ઈજાઅો પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત થયું હતું. વરાછા પોલીસે અજાણ્યા ઈસમ સામે આઈપીસી-૩૦૪ તથા આર્મ્સ એકટની કલમનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે અજાણ્યા ઈસમની શોધખોળ શરૂ કરી છે. મૃતક સાવિત્રીબેન બડગુર્જરનો પતિ હીરાના કારખાનામાં છૂટક મજૂરી કરે છે. આ ગુનાની તપાસ પીઆઈ એમ.પી. પટેલ કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




