મુખ્ય મહેમાન ચંદ્રેશભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
સુરત, તા.૧૪
તા.૧૨ માર્ચ ૨૦૧૯ને સવારે ૯.૩૬ કલાકે જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીમાં કારકિર્દી ક્ષેત્રે સર્વોચ્ચ પ્રદર્શન કરનાર તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઅોના તેજસ્વી, પ્રતિભાશાળી તથા ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થી બાઈ-બહેનોનો ઈનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીવન જ્યોત ટ્રસ્ટના મંત્રી અશ્વિનભાઈ પટેલ તથા વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્ના હતા. મુખ્ય મહેમાન ચંદ્રેશભાઈ મહેતાએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સમારંભની શુભ શરૂઆત એસ.વાય.બી.કોમ.ની વિદ્યાર્થીની કુ. યાદવપ્રિયંકાએ કરી હતી પ્રિ. ડો. કે.એન. ચાવડાએ કોલેજની વિકાસ ગાથા વર્ણવી કારકિર્દી ક્ષેત્રે સર્વોચ્ચ પ્રદર્શન કરનાર તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓના તેજસ્વી, પ્રતિભાશાળી તથા ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ અંગે માહિતી આપી મહેમાનોનું પુસ્તકથી અભિવાદન કર્યું હતું. કાર્યક્રમમાં જીવન જ્યોત ટ્રસ્ટના મંત્રી અશ્વિનભા પટેલ જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી અને મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરી વિવિધ પ્રવૃત્તિઅોમાં સફળતા બદલ કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના મહેમાનોનો આવકાર િ. ડા÷. કે.એન. ચાવડાએ આપ્યો હતો. પરિચય ડો. સેજલ એ. દેસાઈએ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નયન રમ્ય ટ્રોફીઓ અને ઈનામો અપાયા હતા. સમગ્ર વાતાવરણ આનંદ ઉત્સાહ પૂર્ણ રહ્નાં હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કે.એન. ચાવડાએ તેમજ ઈનામ વિતરણ સંચાલન પ્રા.ચિરાગ સિધ્ધપુરીયા તેમજ કે.આર. સોલંકી અને વહીવટી પરિવાર અને ઉદ્ઘોષક તરીકે સેવા પ્રા.મેઘા મહેતા, આભારવિધિ પ્રા. મેહુલ શાહ દ્વારા કરવામાં આવી હતી. ઈનામોની જાહેરાત પ્રા.ચિરાગ સિધ્ધપુરીયાએ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




