જનઆક્રોશઃ મતની ભીખ માંગવા ન આવવાના બેનરો લાગ્યા

0
16

સુરત,તા.૧૪
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે સુરતના પુણા ગામ વિસ્તારના લોકોએ સાંસદો અને ધારોસભ્યોને મતની ભીખ માંગવા ન આવવાના બેનરો લાગતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
લોકસભાની ચૂંટણી ની તૈયારીઓ શરૂ થતા જ મતદારોમાં લોક પ્રતિનિધીઓ સામેનો રોષ બહાર આવી રહ્યો છે. પુણા ગામ રહિશોએ પાછલા વર્ષોમાં કોઈ પણ કામ ન કરનાર સંસદ સભ્યો અને ધારાસભ્યો સામેનો આક્રોશ બતાવતા બેનરો લગાડી ચેતવણી આપી છે. જેમાં લખ્યું છે કે, છેલ્લા ૫ વર્ષથી ગાયબ સાંસદ સભ્યો અને ધારાસભ્યોએ મતની ભીખ માગવા આવવું નહીં. આમ છતાં ગામમાં પ્રવેશ કરશો અને કોઈ ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY