પત્ની સાથેના ઝઘડામાં પતિએ પાડોશીનું કાસળ કાઢી નાખ્યું

0
278

સુરત,તા.૧૪
ઉમરા ગામે આવેલ શિવપાર્ક રેસીડન્સી બિલ્ડીંગ નંબર સી/૧ ત્રીજા માળે પરિવાર સાથે રિયાનો તેના ઘરની સામેના ફ્લેટમાં રહેતા પ્રિતેશ દેવજી ડાભી નામના યુવક સાથે તેને પ્રેમ સંબંધ પાંગર્યો હતો જે બાદ બંનેએ ૧૮/૯/૨૦૧૮ ના રોજ વરાછા મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્નના થોડા દિવસ બાદ તે નોકરી પર જવાનું બંધ કરતા પ્રિતેશ અને રિયા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. ત્યારે ગત તારીખ ૨/૨/૧૯ ના રોજ પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પ્રિતેશે રિયાને માર મારવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી રિયાએ ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તે સુરત કતારગામ ખાતે રહેતી તેની માતાને ત્યાં રહેવા ચાલી ગઈ હતી.
પ્રિતેશ રિયાને ફોન કરીને માનસિક ત્રાસ આપતો હતો. રિયા ફરીવારની ગ્રામ્ય મહિલા પોલીસમાં ફરિયાદ આપી હતી. ત્યારે ઉમરા ખાતે ભાડે રાખેલ રૂમનો માલિક બેન્કના હપ્તા ન ભરાતા બેન્ક તરફથી ઘર સીલ મારવાનું હોવાથી રીયાબહેનને તેમનો સામાન ખાલી કરવા જણાવ્યું હતું. ત્યારે રિયા ડાભીએ તેના મિત્ર ગોરધન વેલજી ભુવાને મદદ માટે આવવાનું કહ્યું હતું. ગોરધન તેના અન્ય મિત્રો સાથે ઉમરા ગામે રિયાનો સામાન ખાલી કરવા આવ્યો હતો. ત્યારે શિવ પાર્કની અચાનક લિફ્ટ બંધ થતા રિયા નીચે લિફ્ટ ચાલુ કરવા આવી હતી.
ત્યારે ત્યાં નીચે હાથમાં છરો લઈએ ઉભેલો તેનો પતિ પ્રિતેશ ડાભીએ તેના પર જીવલેણ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી. સમગ્ર ઘટના દરમિયાન રિયા બચવા માટે ભાગી હતી તે દરમિયાન તેની સાસુએ પ્રિતેશનો શર્ટ પકડી ખેંચી લેતા તે બચી ગઈ હતી ત્યારે જ તેનો દિયર અનિલ પણ છરો લઈને આવી રિયા પર હુમલો કરી ડાબા હાથના અંગુઠા પર હુમલો કર્યો હતો આ વખતે તેનો બચાવ કરવા ત્યાં આવેલા રિયાના મિત્ર ગોરધનભાઈ પર પ્રિતેશે છરાથી હુમલો કરી ઉપરા છાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત નીપજાવેલ હતું. જયારે રિયાને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે સાયણ સરકારી હોસ્પિટલ ખસેડાઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY