થાઈલેન્ડ સરકારનું પ્રતિનિધિ મંડળ સુરત ડાયમંડ એસો.ની મુલાકાતે
સુરત, તા.૧૨
સુરત ડાયમંડ એસોસિએશનની ઓફીસ પર થાઇલેન્ડના ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશનના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરશ્રી સુપત્રા સાવંગસરી અને તેમની ટીમ ઉદ્યોગના વિકાસ માટે આવી હતી.
આ મીટીંગમાં કુ. સુપત્રા સાવંગસરીએ જાન્યુઆરી-૨૦૧૯ માં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં થાઇલેન્ડ ગવર્મેન્ટ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલ છે. અને તેમને પવેલિયન રાખેલ છે. તેના ઉદ્ઘાટન પ્રસંગે તા.૧૮ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ ત્યાં ઉપસ્થિત રહેવા માટે સૌ અગ્રણીઓને નિમંત્રિત કર્યા હતા. બેંગકોક ખાતે તા.૨૦ થી ૨૪,ફેબ્રુઆરી-૨૦૧૯ દરમિયાન જેમ એન્ડ જ્વેલરી એક્જીબીશન યોજાનાર છે. તેમાં અગ્રણીઓને સ્ટોલ રાખવા માટે અપીલ કરી હતી. ભારતમાં જેમ ડાયમંડનું કટ અને પોલીશ્ડ થાય છે તેમ થાઇલેન્ડમાં કલર સ્ટોનનું કટ અને પોલીશ્ડ થાય છે. જેથી બન્ને મળીને સારામાં સારી જ્વેલરી બનાવવા માટેના પ્રયત્નો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ મીટીંગમાં સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો, કારોબારી તથા સલાહકાર સભ્યશ્રીઓ તેમજ હીરા ઉદ્યોગના અગ્રણીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



