સુરત,તા.૧૬
સુરતના વરાછામાં રહેતા યુવકે કતારગામ જીઆઇડીસી ખાતે આવેલા કાકાના એમ્બ્રોઇડરીના કારખાનામાં ઝેરી દવા પી મોતને વ્હાલું કરી લીધું હતું. પોલીસને મળેલી સ્યુસાઇડ નોટમાં આર્થીક સંકળામણને આ પગલું ભર્યું હોવાનું યુવકે લખ્યું હતું. સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વરાછામાં નવી શક્તિ વિજય સોસાયટી ખાતે રહેતા પ્રવિણભાઇ બાલુભાઇ ઘોઘારી એમ્બ્રોઇડરી મશીન અને સ્પેરપાટ્ર્સ રિપેરિંગનું કામ કરતો હતો. મૂળ ભાવનગર ગારિયાધારનમા વતની પ્રવિણભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
તેમણે કતારગામ જીઆઇડીસી ખાતે આવેલા કાકા દિનેશભાઇને એમ્બ્રોઇડરીના કારખાનામાં ઝેરી દવા પી લીધી હતી. તેમણે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થયુંહતું. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રવિણભાઇ છેલ્લાં ઘણાં સમયથી ધંધો બરાબર નહીં ચાલતા આર્થિક તકલીફને કારણે તણાવમાં રહેતા હતા.
સ્યૂસાઇડ નોટમાં પણ તેમણે આર્થીક સંકળામણને કારણે આ પગલું ભરૂ છું, આ માટે કોઇ જવાબદાર નથી, હું માનસિક અને શારીરિક રીતે થાકી ગયો છું. એવું લખ્યું છે. કતારગામ પોલીસે સ્યૂસાઇડ નોટ કબજે કરી તપાસ આરંભી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



