સોશિયલ મીડિયામાં આર્મીના ફોટોનો ઉપયોગ કર્યો
સુરત,તા.૧૬
કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલ દ્વારા ચૂંટણીમાં આચારસંહિતા ભંગ કરી હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદ અનુસાર ૧૫મી માર્ચના રોજ સાંસદે સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટ ફોર્મ ગુજરાતીમાં આપણી સેના હવે બનશે વધારે મજબૂતના ટેગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સૈનિક અને મિસાઈલનો ફોટોનો ઉપયોગ કર્યો છે. સાથે જ લખ્યું છએ કે યુધ્ધ મેં ટેંક કા કાલ બનેગી ડીઆરડીઓ દ્વારા વિકસી મૈન પોર્ટેબલ એન્ટી ટેંક.
અસલમ સાયકલવાલાએ નવસારી સાંસદ સી આર પાટીલ સામે આ પોસ્ટને આચારસંહિતાનો ભંગ ગણાવી છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી સાંસદ વિરુધ્ધ ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરે તેવી અરજી કરી છે. આ ફરિયાદ તેમણે કલેક્ટરને વોટસ અને ટેક્સ મેસેજ અને મેઈલ દ્વારા કરી છે.
સી.આર.પાટીલે જણાવ્યું કે મને આવી આચારસંહિતા ભંગના ફરિયાદની કોઈ જાણ નથી. હું અત્યારે ઉમેદવાર નથી એટલે આ ફરિયાદ મને લાગુ નહિ પડે.ફરિયાદ કરનારે અંગત સ્વાર્થ માટે ફરિયાદ કરી હોય એવું લાગે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




