સુરત,તા.૧૭
હોળી-ધૂળેટીના પર્વને લઈ સુરત એસ.ટી.ડેપો પર થતા મુસાફરોના ઘસારાને ધ્યાનમાં લઈ ૪૦૦ જેટલી વધારાની બસ દોડાવવાનું આયોજન સુરત એસ.ટી.નિયામક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ગત વર્ષે ૨૭૭ જેટલી વધુ એસ.ટી.બસો મૂળ ઝાલોદ, ગોધરા અને દાહોદ ખાતે દોડાવવામાં આવી હતી. જ્યાં ચાલુ વર્ષે હોળી-ધૂળેટીના પર્વને ધ્યાનમાં લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરતમાં દોઢ લાખથી વધુ શ્રમિકો દાહોદ, ઝાલોદ અને ગોધરાથી સુરત આવી રોજગારી મેળવે છે. જા કે તહેવાર દરમિયાન આ શ્રમિકો પોતાના વતન જતા હોય છે. હોળી- ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત એસ.ટી.ડેપો પર મુસાફરોનો ઘસારો રહેવાનો છે. મુસાફરોના ઘસારાને પહોંચી વળવા એસ.ટી.નિયામક વિભાગે ૪૦૦ જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. સુરત એસ.ટી.વિભાગના કુલ છ ડિવિઝન પરથી પ્રતિ દિવસ ૩૨૦૦ ટીપો દોડાવવામાં આવે છે. જ્યાં સુરત એસ.ટી.ની પ્રતિ દિવસની આવક ૪૦ થી ૫૦ લાખ જેટલી છે. સુરત એસ.ટી.ડેપો પરથી પ્રતિ દિવસ ૫૨૭ જેટલી બસો દોડે છે.
જ્યાં એસ.ટી.ડેપો પર મુસાફરોનો ઘસારો પણ રહે તેવી સંભાવના છે. આ વચ્ચે ઘસારાને પહોંચી વળવા સુરત એસ.ટી.વિભાગ દ્વારા કુલ ૪૦૦ બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જેની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે. હોળી-ધૂળેટી દરમિયાન એસ.ટી.વિભાગની આવકમાં પણ મોટો ફાયદો થવાનો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



