બારડોલી,તા.૧૭
બારડોલીમાં વિચિત્ર ઘટના બની છે. સુરતના બારડોલીના મઢી નજીક કેનાલમાંથી કાર મળી આવી છે. જેમાંથી ચાર મૃતદેહો પણ મળ્યા છે. આ મૃતકો તાપીના કપુરાનો પરિવાર હોવાનું જણાનું સુત્રોએ જણાવ્યું હતું. આ પરિવાર ગત ૨૮ તારીખથી ગાયબ હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતના બારડોલીની મઢી નજકી કેનાલમાં એક ઇકો કાર હોવાની માહિતી મળતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
જેના પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને કારને બહાર કાઢી હતી. જાકે, આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠાં થયા હતા. ઇકો કારને હાઇડ્રા વડે બહાર કાઢતા કારમાંથી ચાર મૃતદેહો પણ મળી આવ્યા હતા.
આ પરિવાર તાપી જિલ્લાના કપુરાનો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. એક સાથે પરિવારના ચાર સભ્યોના મોત થવાના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




