ઈમીટેશન જ્વેલરીના વેપારી સાથે છેતરપિંડી
સુરત, તા.૧૯
ઈમીટેશન જરીનો માલ ખરીદી રૂપિયા ૧.૬૪ લાખનું પેમેન્ટ નહીં કરનાર કર્ણાટકના વેપારી સામે પોલીસ ફરિયાદ નોધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સલાબતપુરા મહાત્મા વાડીયા વિશાલક્ષી ટેક્ષ્ટાઈલ્સ તરીકે ધંધો કરતા રાજેશ નગીનદાસ મહાત્મા પાસેથી આરોપી વિનાયક આર. માસ્તામારડી વિનાયક આર માસ્તામારડી, બેલગાવી કર્ણાટકનાએ રૂ.૪,૪૪,૧૬૦ની કિંમતનો ઈમીટેશન જરીનો માલ ખરીદો હતો. આરોપીએ ટુકડે ટુકડે ૨.૮૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ બાકી રૂ.૧.૬૪,૧૬૦નું પેમેન્ટ કરવાને બદલે ખોટા વાયદાઓ કરી આજદિન સુધી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



