સ્નેહમિલન સમારંભમાં સમસ્ત અગ્રવાલ સમાજ ભાગ લેશે
સુરત, તા.૧૯
સુરત શહેરના સમસ્ત અગ્રવાલ સંસ્થાઓ દ્વારા ભેગા મળીને સંયુક્ત રૂપે હોળી સ્નેહમિલન સમારોહનું આયોજન ૨૧મી માર્ચ ૨૦૧૯ના રોજ ગુરૂવારે ગ્રીન વેલી વેસુ સુરતમાં કરવામાં આવશે. આ હેતુસર મંગળવારે સવારે ૧૧.૦૦ કલાકે અગ્રવાલ સમાજ ભવન પર એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં આ જાણકારી આપતા અખિલ ભારતીય અગ્રવાલ સંમેલનના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે આ સમારોહમાં સુરત શહેરના સમસ્ત અગ્રવાલ સમાજના લોકો ભાગ લેશે.
આ આયોજન મુખ્ય રૂપે અગ્રવાલ સમાજ ટ્રસ્ટ અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ, અગ્રવાલ સમાજ પર્વત પાટીયા, અગ્રવાલ સમાજ રાંદેર અડાજણ, અરાવલી અને અગ્રવાલ સમાજ બાલોતરાના નેતૃત્વમાં તમામ અગ્રવાલ સંસ્થાઓના સહયોગથી સંપન્ન થયું હતું.
અગ્રવાલ સમાજ ટ્રસ્ટના અધ્યક્ષ બજરંગલાલ લાડોદિયા, મંત્રી પવન ગુપ્તા, કોષાધ્યક્ષ પૂર્ણમલ અગ્રવાલો જણાવ્યું હતું કે આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સુરત શહેરના અને આસપાસના ક્ષેત્રોના તમામ અગ્રવાલ ભાઈઓના એક સાથે એક મંચ પર લાવવાનો અને આપસી ભાઈચારો વધારવાનો છે. ગત વર્ષે દિપાવલી સ્નેહમિલન સમારોહ પણ તમામ સંસ્થાઅો દ્વારા ભેગા મળીને સંયુક્ત રૂપે મનાવવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



